Posts

Showing posts from February, 2020

કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

મા બાપને ભૂલશો નહીં

Image
           ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’                 બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો.                     થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમ...