કોરોના પીડિતની મનોવ્યથા
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...? 👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..? સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...