કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

Nothing to worry about synthetic diamonds...


       
         આ બ્લોગમાં આપવામાં આવેલા મંતવ્યો એ ગ્રુપ એડમિનના પોતાના પર્સનલ મંતવ્યો છે જેમાં એક સામાન્ય વિચારધારા આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારના વિરોધ વંટોળ ફેલાવવાનો કે ગેરમાર્ગે દોરવાનો કોઈ ઉદ્દેશ નથી એ ખાસ ધ્યાનમાં લેવું

🙏દરેક વાચક મિત્રોને વિનંતી છે કે જો આપ સૌ પણ એમાં સહમત હોવ તો જરૂર આપના પ્રતિભાવ રિવ્યૂ સેક્શન માં જણાવશો

            હિરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદી નું એક મુખ્ય કારણ જે સિન્થેટિક ડાયમંડને માનવામાં આવી રહ્યું છે એ મારા પર્સનલ મંતવ્ય પ્રમાણે સાચું કે યોગ્ય નથી... કેમકે ખરેખર સિન્થેટિક ડાયમંડ આવી મંદીનું પ્રમુખ કારણ હોઈ શકે જ નહિ અને માનવું પણ ન જ જોઈએ... બાકીતો મંદીના મૂળમાં જોઈએ અને સિન્થેટિક ડાયમંડના ભવિષ્યનો વિચાર કરીએ તો ખરેખર સિન્થેટિક ડાયમંડનો નેચરલ ડાયમંડની સામે ફક્ત હાઉ બજારમાં ઊભો કરવામાં આવી રહ્યો છે, કેમકે સિન્થેટિક ડાયમંડમાં એટલો પ્રભાવ જ નથી કે એ નેચરલ ડાયમંડનું સ્થાન લઈ શકે...!!!
બજારમાં જે સિન્થેટિક ડાયમંડના અઢળક ચલણની (તેજીની) વાત ફેલાવવામાં આવી રહી છે એ ફક્ત નેચરલ ડાયમંડની સામે પબ્લિસિટી કરીને ટકી જવા માટે છે...!!!

પ્રશ્ન : જો સિન્થેટિક ડાયમંડ અને નેચરલ ડાયમંડ એક સરખા જ દેખાતા હોય અને નેચરલ ડાયમંડની સરખામણીમાં સિન્થેટિક 50% ફરકમાં મળતા હોય તો કોઇ શું કામ સિન્થેટિક ડાયમંડ ન લે અને શું કામ નેચરલ ડાયમંડ જ લેવા...?

ઉત્તર :ઉદાહરણ તરીકે, જો મારી પાસે 0.50 સેંટનો પોલીશ નેચરલ ડાયમંડ લેવાની કેપેસિટી હોય અને એટલા જ રૂપિયામાં મને જો સિન્થેટિક ડાયમંડ 1.00 કેરેટનો મળતો હોય તો પણ હું સિન્થેટિક ડાયમંડ લેતા અચકાઈશ....એના પણ ઘણા કારણ છે...!!! મારા આ લોજિક આપ સૌ ને યોગ્ય લાગે તો મારી વાતમાં સહમત થશો....
સીન્થેટિક ડાયમંડ એ "લેબ ગ્રોન (Lab Grown)" ડાયમંડ થી પણ ઓળખવામાં આવે છે એટલેકે સીન્થેટિક ડાયમંડ માનવ પ્રયત્નોથી લેબોરેટરીમાં  મશીનરીના ઉપયોગથી કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે...

👉Logic... 1.માનવસર્જિત કોઈ પણ કૃત્રિમ પ્રોડક્ટનો ઇતિહાસ જોશો તો માલમ પડશે કે શરૂઆતમાં એની ગુણવત્તા વિષે ઘણા સવાલ ઉઠાવવામાં આવે છે કે જેમાં સમય જતાં નવી નવી ટેક્નોલોજી અને વખતો વખતના અપડેશન આવતા એની ગુણવત્તામાં સુધારો આવતો જાય છે અને અંતે એક રિયલ પ્રોડક્ટનો જન્મ થાય છે...ત્યારબાદ એનું ફુલ ફ્લેજ પ્રોડક્શન કરવામાં આવે છે અને બજારમાં ઠાલવવામાં આવે છે...!!

   એવી જ રીતે સિન્થેટિક ડાયમંડ પણ હમણાં એના initial લેવલ પર બનીને બજારમાં વેચાઈ રહ્યો છે, જેનું બંધારણ, હાર્ડનેસ, કલર જેવા અમુક પરિબળો નેચરલ ડાયમંડની સરખામણીમાં ઊતરતી કક્ષાના છે, તો શું સમય જતાં એમાં પણ નવા નવા અપડેશન નહીં આવે....???
                આવશે જ..
      જ્યારે સિન્થેટિક ડાયમંડ નેચરલ ડાયમંડની ગુણવત્તા અને ચમકની બરોબર પણ થઈ શકે છે...! કૃત્રિમ રીતે માનવપ્રયત્નો વડે મશીનરીથી બનતા સિન્થેટિક ડાયમંડ ગમે ત્યારે ગમે એટલી માત્રામાં બનાવી શકાય છે(અને કોઈ પણ મશીનરી બનાવનાર એનું મશીન બંધ રાખવા માટે ચાલુ નથી કરતો, એતો સિન્થેટિક ડાયમંડ નું પ્રોડક્શન કરતો જ રહેવાનો) જેને કારણે બજારમાં માંગની સામે સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શન વધી જશે અને સિન્થેટિક ડાયમંડ ના ભાવ અત્યારના જે ભાવ છે એનાથી પણ ડાઉન જશે એનિવિૅવાદ છે...

👉Logic... 2.જે પ્રોડક્ટના ભવિષ્યના ભાવનું નક્કી ન હોય તો કોઇ શું કામ અત્યારથી જ 50%ઓછાં ભાવે પણ લે... કેમકે ભવિષ્યમાં સિન્થેટિક ડાયમંડ કદાચ કિલોના ભાવે પણ મળતો થઈ જશે... માટે અત્યારે સિન્થેટિક ડાયમંડ એ નેચરલ ડાયમંડની સરખામણીમાં 50%સસ્તો છે, એવી માન્યતા એક ગેરસમજથી વિશેષ કાંઇ જ નથી...ટૂંકમાં સિન્થેટિક ડાયમંડની રીસેલ વેલ્યુ કોઈ જ નથી...માટે સિન્થેટિક ડાયમંડમાં ઇન્વેસ્ટમેંટ કરવું એ અણસમજુ ગાંડપણ છે...!!!

👉Logic...3.અમેરિકન ડાયમંડ પણ જ્યારે બજારમાં નવો નવો લોંચ થયો ત્યારે પણ આવોજ હાઉ ઊભો કરવામાં આવ્યો હતો, જે વખત જતાં એની ઊતરતી ગુણવત્તા અને ઓવર પ્રોડક્શનને
કારણે નેચરલ ડાયમંડની સામે ટકી શક્યો ન હતો ...

👉Logic...4.બીજું એક લોજિકલ પાસું વિચારવાનું એમ થાય કે જો ભવિષ્યમાં ઓવર પ્રોડક્શનને કારણે સિન્થેટિક ડાયમંડ કિલોમાં વેચાતા થઈ જશે(એટલે કે સિન્થેટિક ડાયમંડનો ભાવ ઘટશે) ત્યારે એની "લેબર કોસ્ટ" પણ હાલમાં જે છે એટલી ઉત્પાદકને પોશાસે નહીં જેને કારણે હાલના પગાર ધોરણ જે છે એનાથી પણ નીચા જશે....માટે હિરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરો માટે પણ સિન્થેટિક ડાયમંડનું ભવિષ્ય યોગ્ય નથી... માટે એનો અત્યારથી જ બહિષ્કાર નોંધાવવો જરૂરી છે...

👉Logic... 5.હાલમાં જે સિન્થેટિક ડાયમંડનું ઉત્પાદન થાય છે એ "રફ બેઝ" (Rough Diamond) પર થાય છે... તો શું ભવિષ્યમાં ટેક્નોલોજી ના અપડેશનથી મશીનમાં જ સીધે સીધા જો પોલીશ સિન્થેટિક ડાયમંડનું  ઉત્પાદન શરૂ થઈ જાય તો ત્યારે હિરા ઉદ્યોગમાં કામ કરતા કોઈ રત્નકલાકાર, સાઇનર,સરીન મશીન ઓપરેટર, લેસર કટિંગ સ્ટાફ જેવા કોઈ સ્ટાફ ની જરૂર નહી રહે....ત્યારે શું થશે...? સિન્થેટિક ડાયમંડ પોતેજ પોતાનો અંત નું કારણ બનશે... માટે એનો અત્યારથી જ વિરોધ નોંધાવવો જરૂરી છે...

👉Logic... 6. હાલમાં કેટલાક સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાવવામાં આવી રહી છે કે સિન્થેટિક ડાયમંડના રેડિયેશનના કારણે કેન્સર જેવી ભયાનક બીમારી પણ થઈ શકે છે... એ વાત કેટલી સાચી છે કે ખોટી એ તો સમય જતાં ખબર પડશે...પણ એ ખબર ખરે ખર ખોટી હોય તોય હું સિન્થેટિક ડાયમંડ નું જોખમ મારા સ્વાસ્થ્ય સાથે ન લઈ શકું...

 "મહેંગા રોએ એક બાર, સસ્તા રોએ બારબાર"

આ ફક્ત એક ભવિષ્યનો અંદાજ છે જે કદાચ સચોટ હોઈ શકે... માટે આ બધાજ પાસા ઓ નો જો ઊંડાણ થી વિચાર કરશું તો હાલની મંદીનું ખરું કારણ સિન્થેટિક ડાયમંડને ગણી શકાય નહીં...કેમકે સિન્થેટિક ડાયમંડ લેનાર અને વેચનાર બંને માટે આ ધંધાકીય દ્રષ્ટિએ નુકશાન કારક છે.... જેમની પાસે એક્સટ્રા નાણાં છે કે જેમણે ઇન્વેસ્ટમેંટ કરીને પોતાના નાણાં સેફ કરવા છે એમના માટે સિન્થેટિક ડાયમંડ છે જ નહીં.... સિન્થેટિક ડાયમંડ એ હાલના સમયમાં માત્ર અને માત્ર યુઝર માટે જ છે કે જેમને ઓરિજનલ ડાયમંડનો એક સસ્તો ઓપ્શન મળ્યો છે અને એ યુઝર પણ એક જાતની compromise કરીને મનના સંતોષ માટે જ સિન્થેટિક ડાયમંડ ખરીદીને પહેરશે...


લી. ગ્રુપ એડમિન


Comments

  1. Very nice article to clarify one's confusion about synthetic diamonds... Keep it up

    ReplyDelete
  2. Thank you for your positive feedback

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કોરોના પીડિતની મનોવ્યથા

મા બાપને ભૂલશો નહીં

How to influence people to act in your favour..? - Part-2