નૂતન વ્યક્તિત્વનું નિર્માણ...
માણસે પોતાના નવતર વિશિષ્ટ એવા અલગ વ્યક્તિત્વનું નિર્માણ કરવું જોઈએ. માણસને જન્મજાત મળેલા સ્વભાવ, સંસ્કાર તેમજ સંજોગો અને પરિબળોથી જે અનુભવ પ્રાપ્ત થાય છે, તેનાથી એનું વ્યક્તિત્વ ઘાટ પામે છે, એ ખરેખર તો વ્યક્તિના દર્શન, શ્રવણ એની વિચારણા અને એના અનુભવોનો એક વિશિષ્ટ સમન્વય છે.
*માણસ ભલે એના સ્વભાવને બદલી ન શકે પણ એ ધારે તો એની આદતો, એના ખ્યાલો, એનો દ્રષ્ટિકોણ વગેરેને પોતાના દ્રઢ નિર્ધારથી યોગ્ય ઓપ આપીને વ્યક્તિત્વ ઘડતર કરી શકે છે.*
માણસનો ઉછેર અને એને અસર કરતા પરિબળો પણ વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.આપણે એનાં ઘણા દ્રષ્ટાંતો ઇતિહાસમાં જોઈએ છીએ. એક જ માતાના બે પુત્રો જુદાં જુદાં વાતાવરણમાં ઉછેર પામવાથી જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિને પોતાનું વ્યક્તિત્વ યોગ્ય રીતે કેળવવાની જરૂર છે.
આ જગતમાં ત્રણ પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા માણસો હોય છે... અંતર્મુખ વલણ ધરાવતા માણસો... જેમને એકાંતમાં ચિંતન-મનન કરવું ગમે છે. એમને અંતર્મુખી વ્યક્તિત્વ કહેવાય,
તો કેટલાકને એકાંત ન ગમે, અધ્યયનમાં રસ ન હોય, મિત્રો બનાવવાનું અને બહાર ફરવાનું ગમે છે. આ પ્રકારના માણસો બહિર્મુખ કહેવાય,
તેમજ જેનામાં એ બંને લક્ષણોનો સમન્વય હોય એવા સમતોલ માણસો ભાગ્યે જ જોવા મળે છે. અંતર્મુખતા કે બહિર્મુખતાનું પ્રાધાન્ય હોય એવા વ્યક્તિત્વલક્ષણો ધરાવતાં માણસો સંખ્યામાં વધુ હોય છે.
વ્યક્તિત્વ ઘડતર કરવા ઈચ્છતા વ્યક્તિએ હમેશાં પોતાનામાં ખૂટતા ગુણોને ઉમેરવાનો પ્રયાસ કરવો જોઈએ , અંતર્મુખ વ્યક્તિએ માત્ર એકાંતમાં પડયા રહેવું અને બહિર્મુખ વ્યક્તિએ માત્ર બહાર ભટક્યા કરવું એ બરાબર નથી. અંતર્મુખ વ્યક્તિએ પણ પોતાના સમાજનાં કાર્યોમાં રસ લેવો જોઈએ. નવા મિત્રો બનાવવા જોઈએ..
પોતાનો વ્યવસાય સરસ રીતે ચાલે એ માટે માનવીય સંબંધો
કેળવવા અને ખિલવવા જોઈએ. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની
શક્તિ અને મતિને ગતિશીલ થવા દેવાં જોઈએ. આ બધું કરવાથી
પણ એની અંતર્મુખતાને વિશેષ લાભ થશે. જીવનથી અપરિચિત
રહેવાથી એ જીવનના પ્રશ્નોનું ચિંતન-મનન કઈ રીતે કરી શકાય ?
પ્રકૃતિનાં વિવિધ રૂપોને પ્રત્યક્ષપણે નિહાળ્યા વગર એ પ્રકૃતિના રચાયિતા એવા પરમેશ્વરનું ધ્યાન કેવી રીતે કરી શકાય ? અંતર્મુખ માણસો કલ્પનાશીલ હોય છે, સહેલાઈથી ચોક્કસ દિશામાં સક્રિય બનવા પ્રભાવિત થતા હોય છે, તેઓ થોડી લઘુતાગ્રંથિ પણ ધરાવતા હોય છે. એમનામાં ‘નૂતન વ્યક્તિત્વ'ના વિચારનું સરસ રીતે બીજારોપણ થઈ શકે.
હવે, જેને આપણે બહિર્મુખ કહીએ છીએ એવા લોકો વધુ
વાચન-પ્રિય કે અધ્યયનશીલ નથી હોતા. એમનામાં કંઈક ઉપરછલ્લું ભ્રામક કહેવાય તેવું વ્યક્તિત્વ હોય છે. આગળ પાછળ નું કે ભવિષ્યનું લાંબુ વિચારતા હોતા નથી. વ્યક્તિત્વ ઘડતરની કેળવણી માટે એમને કોઈ નિસ્બત હોતી નથી - અર્થાત્ એવા માણસે પોતાની બહિર્મુખતાથી ઘણું ખરું મેળવી લીધું છે એવો ભ્રમ હોય છે....
જૂના સમયમાં અંતર્મુખ માણસો ઘણા માન-સન્માન પામતા.
એવો માણસ ભવિષ્યમાં મોટો વિદ્વાન થશે, ખૂબ આદરમાન પામશે
અને વિશ્વવિખ્યાત થશે..!!! એવી માન્યતા હતી. પણ આજના
જમાનામાં જ્યારે પ્રતિષ્ઠાનો સંબંધ વ્યક્તિના પદ અને પૈસા સાથે
છે, ત્યારે અંતર્મુખ માણસે એની પુરાણી ગરિમા પાછી મેળવવા
'પ્રયત્ન કરવો પડશે. એણે અત્યારે નવું વ્યક્તિત્વ ઘડવાની જે પ્રવૃત્તિ ચાલે છે તેનાથી જુદા પડીને પોતે પણ મહત્ત્વની વ્યક્તિ છે એમ પુરવાર કરવું પડશે. એવા માણસે સામાજિક લઘુતાનો સામનો
કરવો પડશે .આજના દેખાદેખીના, પ્રદર્શનવેડાના યુગમાં થોડી
અલગ પડતી શરમાળવૃત્તિ એક રીતે રાહત આપશે , પણ એવા એના શરમાળપણાને વળગી રહેવું નહિ પાલવે. તેમજ પોતાના અસલી અંતર્મુખ વલણને તદ્દન છોડી દેવું પણ યોગ્ય નથી. પરંતુ આવા માણસે આજના બહિર્મુખ સમાજમાં પોતાના વિરલ, વિશિષ્ટ અને નિરાળા વ્યક્તિત્વથી સૌથી અલગ રહીને પણ પોતે એક મહત્ત્વનો ટોળાથી જુદો રુઆબ અને અવાજ ધરાવતો માણસ છે એવી અસલિયત સ્થાપવી પડશે. ગમે તેમ પણ વ્યક્તિ ભલે અંતર્મુખ હોય, બહિર્મુખ હોય કે કદાચ વિરલ એવા આ બંને વ્યક્તિત્વલક્ષણોનો સમન્વય ધરાવતી હોય, પણ એણે પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ - પૃથક્કરણ, આત્મમંથન કરવું ઘટે. એણે બે પ્રકારની યાદી બનાવવી જોઈએ.
એકમાં એણે પોતાની મર્યાદાઓ જેવી કે કપટવૃત્તિ, લઘરાપણું, નિરાશાવાદી વલણ,અહમવૃત્તિ, બેવફાઈ, દોષદર્શિતા, ફરિયાદવૃત્તિ, બેદરકારી નોંધવા જોઈએ અને બીજી યાદીમાં આનંદીપણું, મૈત્રી, નિઃસ્વાર્થ,ઉત્સાહીવલણ, ઠરેલપણું વગેરેને નોંધવા જોઈએ. પછી ઉપયોગી અને ઉપકારક લક્ષણોને કેળવવા અને નબળાઈઓને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.....
To be continue....
"how to influence people to act in your favour"
"લોકો પાસે તમારું કામ સરળતાથી કઈ રીતે કઢાવશો"
https://diamondbridgegroup.blogspot.com/2020/04/how-to-influence-people-to-do-at-your.html
Comments
Post a Comment