કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

અપને આંસુ ખુદહી પોછિએગા, કોઈ ઓર પોછને આયેગા તો સૌદા કરેંગે


            "ડાયમંડ વર્કર યુનિયન ", "કામદાર મજૂર સંઘ",                             "રત્નકલાકાર સંઘ", "રાષ્ટ્રીય મજદૂર સેના",
            "ડાયમંડ એસોસિએશન", "કામદાર વર્કર યુનિયન"
       
    એવા ઘણા યુનિયન કે એસોસિએશનના મેસેજ હાલના સમયમાં વાયરલ થઈ રહ્યા છે કે સરકારી પરિપત્ર જાહેર થયા પ્રમાણે ડાયમંડ કંપનીના માલિકો પોતાના કર્મચારીઓને લોકડાઉન સમયગાળાનો પણ પૂરો પગાર ચૂકવે અને નહીં ચૂકવે તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને ફરિયાદ કરી શકે છે...!!!

         જોકે, અમુક હીરા કંપનીના માલિકોએ લોકડાઉન શરૂ થયા તારીખ સુધીનો(એટલેકે 21 માર્ચ, 2020 સુધીનો) માર્ચ મહિનાનો પગાર એડવાંસ આપીને માનવતા દાખવી છે...ઉપરાંત અમુક મોટી કંપનીના માલિકોએ તો જાહેરમાં જ લોકડાઉન સમયગાળાનો પૂરો પગાર આપવાની બાંહેધારી આપી છે... જે ખૂબજ આવકારદાયક કહી શકાય...
      હાલની વિકટ પરિસ્થિતિ જોતા આપણા ઘણા હીરા ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીભાઇઓ પણ એવી મુંઝવણ અનુભવી રહ્યા છે કે પોતાના હીરા કંપનીના માલિકો લોકડાઉન સમયગાળાનો પૂરો પગાર આપશે કે નહીં.... ?🤔અને પૂરો પગાર મળે એવી આશા રાખીને બેઠા છે...
       હીરા કંપનીના માલિક પોતાના કર્મચારીઓને પગાર આપશે કે નહીં..... ? આ પ્રશ્નનો ઉત્તર એ
   
     "દરેક હીરા કંપનીના માલિકની નિયત પર આધારિત છે...!!!"

     
 કોઈપણ કર્મચારી સંઘ, યુનિયન કે એસોસિએશનના કહેવાથી કે સરકારી પરિપત્ર બહાર પડવાથી કોઈ પણ શેઠિયાઓ લોકડાઉન સમયગાળાનો પૂરો પગાર આપે એ વાત ગળે ઉતરે એવી નથી...

👉 ૧. સમજવાની વાત એ છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા આપણે સૌ કર્મચારી ભાઈઓનો અત્યાર સુધીનો અનુભવ છે કે કોઈ પણ શેઠિયાઓ મફતમાં કે કારણ વગર કોઈપણ પગાર, ઈન્કિમેન્ટ(પગાર વધારો), ભાવવધારો કે સવલતો આપતા નથી...

👉 ૨. સરકારી પરિપત્રમાં પણ લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવાની *"વિનંતી કે ભલામણ કે અનુરોધ"* (🙏) કરવામાં આવ્યો છે....!!! નહીં કે ફરમાન કરવામાં આવ્યું છે... માટે આ સમયગાળાનો પૂરો પગાર આપવો કે નહીં એ માલિકની સ્વતંત્રતા પર (નિયત પર) નિર્ભર કરે છે...!!!

👉 ૩. હિરા ઉદ્યોગમાં (અમુક જ કોર્પોરેટ હાઉસ કે કંપની સિવાય) મોટેભાગની કંપનીઓ કે નાના નાના કારખાના સરકારી નીતિ નિયમો અનુસાર ચાલતા નથી એટલેકે સરકારી નિયંત્રણને આધિન નથી... જેમના પર કોઈ સરકારી અંકુશ નથી..!!! જેમને આવા પરિપત્રથી કોઈ ફરક પડતો નથી....

👉 ૪. લોકડાઉન સમયગાળાનો પૂરો પગાર આપ્યા પછી પણ એ પોતાના કર્મચારીઓ પાસેથી કઈ રીતે વસુલ કરવો...? એ પણ દરેક કારખાના માલિક સારી રીતે જાણે છે.... સમજે છે...

👉 ૫. જો કોઈ પણ હીરા કંપની માલિક આ સમયગાળા દરમિયાન નો પૂરો પગાર આપશે તો પણ એ કંપનીના કર્મચારીઓએ દિવાળી સુધીના રવિવારની રજા અથવા તો દિવાળી વેકેશનની રજા ભૂલી જવાની રહેશે....અથવા તો ઓવરટાઇમ ભરવાનો રહેશે...જેનો કોઈ વધારાનો પગાર કે ઓવરટાઇમ આપવામાં નહીં આવે..!!!

👉 ૬. જે કંપનીમાં વેરીએબલ સિસ્ટમ છે, એ કંપનીના કર્મચારીઓને પણ જો કદાચ એમના માલિક તરફથી લોકડાઉન સમયગાળાનો મિનિમમ પગાર તરીકે ચૂકવણી કરવામાં આવે તો પણ ત્યાર પછીના મહિનાઓમાં વેરીએબલ સિસ્ટમ પ્રમાણે કામ પ્રમાણે પગાર આવશે કે નહીં...? એ સવાલ ઉભો થશે, અથવા તો ભાવ ઘટાડાનો સામનો કરવો પડી શકે છે....!!!

👉 ૭. જે કોઈ પણ કંપની માલિક જો આ સમયગાળા દરમિયાન નો પગાર નહીં ચૂકવે તો આપણામાંથી એવા ક્યા અને કેટલા કર્મચારી ભાઇઓ છે જે પોતાના માલિકને આ સમયગાળાનો પૂરો પગાર આપવા માટે મજબૂર કરી શકે.....?

👉 ૮. કેટલાક સમયથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ જોતાં જણાશે કે કામ કરતા કર્મચારીઓના પગાર ધોરણ ધોવાઈ ગયા છે, નોકરીની જગ્યાની પણ અછત છે... અને એવામાં કોઈ કર્મચારીભાઈ પોતાના કારખાના માલિકની વિરુદ્ધ જઈને પૂરા પગારની માંગણી કરે કે ફરજ પાડે કે રાજીનામાની ધમકી આપે તો એ જેતે કર્મચારીના નોકરીનો સવાલ ઉભો થઈ શકે છે....!!! અથવા તો ભવિષ્યમાં ટોર્ચરીંગ કે દબાણથી કામ લેવામાં આવી શકે છે...

👉 ૯. હંગામી ધોરણે કોઈ પણ સંઘ કે યુનિયનની મદદથી કદાચ આપણે લોકડાઉન સમયગાળાનો પૂરો પગાર કઢાવી પણ લઈશું પણ ભવિષ્યમાં જ્યારે એજ કારખાના માલિક કર્મચારીઓને કામની બાબતે કે અન્ય કોઈપણ બાબતે ટોર્ચરીંગ કરશે ત્યારે આ કોઈ સંઘ કે યુનિયન બચાવવા નહીં આવે...કેમકે એ છેલ્લા ૩ વર્ષથી આપણે સૌ કર્મચારીભાઇઓનો અનુભવ છે...

👉 ૧૦. નોકરીના અભાવને કારણે જે રત્નકલાકાર ભાઇઓનો પગાર કપાય જાય છે, શોષણ કરવામાં આવે છે, દેવામાં ડૂબી જાય છે, આત્મહત્યા કરે છે, ત્યારે કોઈ સંઘ કે યુનિયન કામ નહીં આવે...
     
            આ બ્લોગમાં દર્શાવવામાં આવેલા વિચારો એ શક્યતાઓ પર આધારિત છે, જેમાં કોઇની ભાવનાઓને દફનાવવાનું કે વિરોધ કરવાનો નથી. ભવિષ્યનું ચિત્રનું કદાચ કોઈ બીજું પણ હોઈ શકે છે.
     
            લખવા જેવું હજુ ઘણું છે પણ અત્યારે આટલાથી જ મારા વિચારોને પૂર્ણવિરામ આપું છું....
     
 🙏 હાલ આપણું ગ્રુપ હંગામી ધોરણે એડમિન રાઇટ્સ પર રાખવામાં આવ્યું છે, પણ કૃપા કરી આ બ્લોગ વિશેના આપના મંતવ્યો, સૂચનો અને અભિપ્રાય નીચે આપેલા કમેંટ બોક્સમાં અચૂક જણાવશો... 👇


Comments

Post a Comment

Popular posts from this blog

કોરોના પીડિતની મનોવ્યથા

મા બાપને ભૂલશો નહીં

How to influence people to act in your favour..? - Part-2