કોરોના પીડિતની મનોવ્યથા
એક કોરોના પીડિતની મનોવ્યથા :
*આ ઘટના કદાચ તમારી આંખ ખોલે*
રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે”
આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું...
👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?
👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...?
👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?
સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટલો આગળ વધી ગયો કે પોતાની પત્નીને વિધવા સ્વરૂપમાં અને બાળકને અનાથાશ્રમમાં સૂતો જોવા લાગ્યો હતો..!
આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ મનોમન ચકાસવા લાગ્યો. પોતે જ પોતાની જાત ઉપર નાનમ અનુભવવા લાગ્યો, કેમકે અત્યારસુધી આ મહામારીને કારણે પોતાના ફેમિલી ઉપર આવી શકતી આ ગંભીર આફત સામે આંખ આડા કાન કરી રહ્યો હતો...વધુ પડતા આત્મવિશ્વાસ (over confidence) ને કારણે લોકડાઉનના નિયમોનું પાલન કર્યું નહોતું...
આ પહેલા પોતે કઈ કઈ રીતે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું એ વિચારવા લાગ્યો હતો....
૧. સોસાયટીના નાકે દૂધની દુકાન એક દિવસ માટે વહેલી બંધ થઈ ગઈ તો શું દૂરના કોઈ વિસ્તારમાં જઈને પણ દૂધ લાવવું જરૂરી હતું.? ઉકાળો બનાવીને ચલાવી લીધું હોત તો......?
૨. પોતાના પાન માવા ખાવાનું વ્યસન સંતોષવા માટે દૂર દૂર સુધી વલખા ન માર્યા હોત તો...કોઈને ભાઇબાપા કરીને અને રૂપિયા વધારે આપીને પણ વ્યસન સંતોષવું જરૂરી હતું...?
૩. પોતે નોન વેજીટેબલ ફૂડ લેવા માટે માર્કેટ જઈને લાઈન ન લગાવી હોત અને લીલાં શાકભાજી કે સાદા ખોરાક(દાળ-કઠોળ)થી ચલાવી લીધું હોત તો...?
૪. પોતે સંપન્ન પરિવારનો હોવા છતાં પણ ફ્રીમાં આપવામાં આવતી અનાજની કીટ લેવા રાશનની દુકાને ભીડમાં ઊભો રહ્યો ન હોત તો...?
૫. ઘરમાં બેઠા કંટાળો આવતો હતો ,પણ મન પર કાબુ રાખીને માઈન્ડ ફ્રેશ કરવા માટે સોસાયટીની બહાર આંટા મારવા ન ગયો હોત તો...?
૬. લાવ, બીજા લોકો લોકડાઉનનું કેવું પાલન કરે છે.!? એ જોવા માટે પણ સોસાયટીના નાકે કલાકો સુધી બેસીને વાતોના ગપાટા માર્યા ન હોત તો...?
૭. બહારથી આવીને પણ હાથ પગ ધોવાની તકેદારી રાખી હોત તો...?
આ બધી જ તકેદારી રાખી હોત તો આજનું ચિત્ર કાંઈક અલગ જ હોત. પોતે પોતાના ફેમિલી સાથે આનંદથી સમય પસાર કરી રહ્યો હોત, એની જગ્યાએ આજે ફેમિલી વેરવિખેર થઇ જવાની સ્થિતિમાં આવી ગયું છે...
મહા મુસીબતે મન પર થોડો કાબુ મેળવીને એણે પોતાની પત્ની સ્વેતાને બોલાવી અને આખી વાત કહી. સ્વેતા એના ખભે હાથ મૂકવા ગઈ. સંકેત દૂર થઈ ગયો. એણે ચીસ પાડી. “હું કોરોના પોઝિટિવ છું. ડોન્ટ ટચ મી.”
સંકેતે સ્વેતાને ઈશારો કરી મમ્મી પપ્પાને આ વાતની જાણ કરવા કહ્યું. વાત સાંભળતા જ મમ્મી જમીન પર ઢળી પડી. પપ્પા સંકેત સામે જોઈને કોઈ ઉપાય શોધવા માટે વિચારમાં પડી ગયા.
સંકેતે કહ્યું, “કોઈ રસ્તો નથી. હમણાં સરકારી હોસ્પિટલવાળા આવશે. મને કોરોના વોર્ડમાં લઈ જવામાં આવશે. તમને બધાને કોરન્ટાઈન કરવામાં આવશે. ૧૪ દિવસ સુધી તમે પણ એ વોર્ડમાં લોક રહેશો. અને રહી વાત મારી. જો હું સાજો થયો તો ઠીક, નહિતર તમને મારુ મોઢું પણ આજ પછી જોવા નહીં મળે..! ”
નાનો આયુષ આ બધુ સમજી નહોતો રહ્યો. એને આ બધુ અજુગતું લાગ્યું. એ સંકેતને પકડવા જઈ રહ્યો હતો. સંકેત દૂર હટી ગયો અને એણે સ્વેતાને બૂમ મારી, “આને મારાથી દૂર રાખ. એને જ નહીં, તમે બધા મારાથી, મારા પડછાયાથી પણ દૂર રહો.”
નીચે સાયરનનો આવાજ સંભળાયો. સંકેતે નીચે જોયું. બે એમ્બ્યુલન્સની સાયરનથી આખી બિલ્ડિંગ જાગી ગઈ હતી. સાથે એક પોલીસની ટીમ પણ નીચે હાજર થઈ ગઈ હતી.
ડોરબેલ વાગી અને સ્વેતાએ દરવાજો ખોલ્યો. મેડિકલ એપ્રનમાં સજ્જ બે અધિકારીઓએ પૂછ્યું. “મિસ્ટર સંકેત, અમે તમને લેવા આવ્યા છીએ. કપડાંની બે જોડી લઈ અમારી સાથે આવો”
“આ આખું બિલ્ડિંગ સીલ કરવામાં આવી રહ્યું છે અને તમારા આખા પરિવારે પણ અલગ હોસ્પિટલમાં ચૌદ દિવસ માટે એડમીટ થવું પડશે. તમે બધા પણ તમારા થોડા કપડાં, વગેરે લઈને ઘરને ખાલી કરો. અમારે આ ઘરને પણ સેનિટાઈઝ કરવાનું છે."
" સર, અમને બે મિનિટનો સમય આપો." સંકેત બસ આટલું જ બોલી શક્યો.
સંકેતે પોતાના કપડાંની થેલી ભરી, મમ્મી પપ્પાને દૂરથી નમન કર્યા. મમ્મીને બહુ મન થયું એને છાતી સરસો ચાંપવાનું. પિતાને પણ ઈચ્છા થઈ આવી, એને ખભે હાથ મૂકી હિંમત આપવાની. પણ પગથી માથા સુધી એપ્રનમાં સજ્જ અધિકારીઓએ બધાને એકબીજાની નજીક જતાં અટકાવ્યા.
પાંચ મિનિટમાં બધા તૈયાર થઈ ગયા. સંકેત પોતે ગળગળો થઈ ગયો હતો, આવામાં એ સ્વેતાને કે મમ્મી - પપ્પાને કે આયુષને શું કહે કે શું હિંમત આપે....?
*પરમ દિવસ સાંજ સુધી, લોક ડાઉનમાં રોજ આખા ફ્લોરના લોકો રોજ ટેરેસ પર મેળાવડા કરી રહ્યા હતા. આખું શહેર લોકડાઉન હતું પણ આ સોસાયટીમાં તો જાણે ઊતરાણ કે નવરાત્રિનો ઉત્સવ હતો. સવારે યોગા માટે, તો સાંજે એમ જ અંહી તહીંની વાતો માટે આખી સોસાયટીની લેડીસો અને જેન્ટસ બે અલગ વર્તુળ કરીને રોજ મહેફિલો કરતાં.*
સંકેતની આંખ સામે ફરી બધુ થોડીક ક્ષણોમાં ફ્લેશ બેક થઈને આવી ગયું.
બિલ્ડિંગમાં નીચે ઉભેલા અન્ય અધિકારીઓએ સંકેતને ઇશારાથી એક એમ્બ્યુલન્સમાં બેસવા કહ્યું. એણે થોડું કરગરી અધિકારીને થોડીક મિનિટ થોભવા કહ્યું.
થોડીક મિનિટમાં સ્વેતા,આયુષ, મમ્મી અને પપ્પા બધા નીચે ઉતર્યા. અધિકારીઓએ એમને બીજી એમ્બ્યુલન્સ તરફ જવા ઈશારો કર્યો.
બિલ્ડિંગનો રેમ્પ ઉતરતા મમ્મીની સાડી પગમાં અટવાઈ અને એ થોડુંક ગબડી. સંકેત એ તરફ દોડવા ગયો, પણ અધિકારીએ એને અટકાવ્યો. મમ્મીએ પપ્પાનો હાથ પકડીને પોતાને સંભાળી લીધી. સંકેત પણ થોભી ગયો. એ વિચારી રહ્યો કે આગળનો સમય બધાએ આમ જ પોતાની જાતને સંભાળવાનો છે, એ પણ કોઈ અન્યની મદદ વગર...!
નાના આયુષ સિવાય બધા સમજી રહ્યા હતા કે કદાચ આ મહામારી પછી હવે સંકેત પાછો જોવા નહીં પણ મળે. સંકેતને ફરી એકવાર મન થઈ આવ્યું કે આયુષને ગળે લગાડે, બકકીઓ ભરે, કઇ નહીં તો એને માથે હાથ તો ફેરવે. પણ પોતાની હાલત જોઈ, એ ફરી જમીન પર ઘૂંટણીયે બેસી ગયો.
ઓફિસરોએ પરિસ્થિતિ સમજી લીધી. એમણે ફરી માસ્ક પાછળથી ઘોઘરા અવાજમાં કહ્યું કે 'કુછ નહીં હોગા. સબ અચ્છે હોકે જલ્દી વાપસ આ જાયેંગે. બસ આપ લૉગ હમકો ટ્રીટમેન્ટ કરનેમે સ્પોર્ટ કરો. ચલો, સબ લૉગ એમ્બ્યુલન્સમેં બેઠો...'
સ્વેતા, આયુષ , મમ્મી-પપ્પા બધા બીજી એમ્બ્યુલન્સમાં બેઠા. પોતાનું ફેમિલી ફરીથી એકજૂથ જોવા મળશે કે નહીં એ વિચારે સંકેત પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો.
એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થતાં ફરી એકવાર સાઇરન વાગી. સંકેતે પોતાની અલગ એમ્બ્યુલન્સમાં બેસતા પહેલા ફરી પોતાના ઘર તરફ, બિલ્ડિંગ તરફ નજર કરી. બધા ઘરમાં લાઇટ ચાલુ હતી.
*કેટલાકના હાથમાં મોબાઈલ હતો અને એ ગેલેરીમાંથી વિડીયો શુટ કરી રહ્યા હતા. થોડીવારમાં એમના તમામ ગ્રૂપમાં એક વિડીયો પહોંચી ગયો.*
*“અમારી બિલ્ડિંગમાં પણ એક કોરોના કેસ. અમારું બિલ્ડિંગ પણ સીલ”*
_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-
આ એક કાલ્પનિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, પણ કદાચિત વાસ્તવિકતાની ખૂબ જ નજીક હોઈ શકે છે અથવા સત્ય ઘટના પણ હોઈ શકે છે. આપણી બેદરકારી આ પરિસ્થિતિ સર્જી શકે છે. "જાગો મિત્રો હજુ સમય છે,જાગી જાવ...."
આપણે બીજાના અનુભવમાંથી પણ કાંઈક શીખી શકીએ તો આપણું પરિવાર અને દેશ બચાવી શકીએ છીએ.આ સમયે આપણું અને આપણા પરિવારનું ભવિષ્ય આપણા હાથમાં જ રહેલું છે.
આ બ્લોગ વાંચી અને બીજાને વંચાવીને પોતાની સામાજિક જવાબદારી પૂરી કરશો..... આપના અમૂલ્ય અભિપ્રાય નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવીને લેખકને પ્રોત્સાહિત કરવા વિનંતી.... 🙏
Like it.... Share it.... Comment it....
અનિલ જરીવાલા...
આ હકીકત છે, વાસ્તવિકતા છે, શાકભાજી ખરીદવા એક બીજા ની નજદીક ઊભા રહી ખરીદવા મા, માર્ગી મટન ખાવાની લહાયમાં લાઈન મા ઊભા રેહ્વામાં જ આજે લોકો ના ઘરમાં "કોરોના" વયરસ આવી રહ્યો છે.
ReplyDeleteIt's true... Thank you for your feedback and share it
DeleteAs far as possible....
vishnu saw
ReplyDeleteThank you for your feedback vishnu saw
Deletebe at home, don't be panic. keep positive approach.
ReplyDeleteYou are right.... Dear... But in our country many people considers themselves overconfident and enjoying their lockdown time with risky approach..... They should stay @home and be safe themselves and their family....
ReplyDelete