Posts

કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

How to influence people to act in your favour..? - Part-2

Image
નૂતન વ્યક્તિત્વનું નિર્માણ ... માણસે પોતાના નવતર વિશિષ્ટ એવા અલગ વ્યક્તિત્વનું નિર્માણ કરવું જોઈએ. માણસને જન્મજાત મળેલા સ્વભાવ, સંસ્કાર તેમજ સંજોગો અને પરિબળોથી જે અનુભવ પ્રાપ્ત થાય છે, તેનાથી એનું વ્યક્તિત્વ ઘાટ પામે છે, એ ખરેખર તો વ્યક્તિના દર્શન, શ્રવણ એની વિચારણા અને એના અનુભવોનો એક વિશિષ્ટ સમન્વય છે. *માણસ ભલે એના સ્વભાવને બદલી ન શકે પણ એ ધારે તો એની  આદતો, એના ખ્યાલો, એનો દ્રષ્ટિકોણ વગેરેને પોતાના દ્રઢ  નિર્ધારથી યોગ્ય ઓપ આપીને વ્યક્તિત્વ ઘડતર કરી શકે છે .* માણસનો ઉછેર અને એને અસર કરતા પરિબળો પણ વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.આપણે એનાં ઘણા દ્રષ્ટાંતો ઇતિહાસમાં જોઈએ છીએ. એક જ માતાના બે પુત્રો જુદાં જુદાં વાતાવરણમાં ઉછેર પામવાથી જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિને પોતાનું વ્યક્તિત્વ યોગ્ય રીતે કેળવવાની જરૂર છે.    આ જગતમાં ત્રણ પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા માણસો હોય છે... અંતર્મુખ વલણ ધરાવતા માણસો... જેમને એકાંતમાં ચિંતન-મનન કરવું ગમે છે. એમને અંતર્મુખી વ્યક્તિત્વ કહેવાય,            તો કેટ...

અપને આંસુ ખુદહી પોછિએગા, કોઈ ઓર પોછને આયેગા તો સૌદા કરેંગે

Image
            "ડાયમંડ વર્કર યુનિયન ", "કામદાર મજૂર સંઘ",                             "રત્નકલાકાર સંઘ", "રાષ્ટ્રીય મજદૂર સેના",             "ડાયમંડ એસોસિએશન", "કામદાર વર્કર યુનિયન"             એવા ઘણા યુનિયન કે એસોસિએશનના મેસેજ હાલના સમયમાં વાયરલ થઈ રહ્યા છે કે સરકારી પરિપત્ર જાહેર થયા પ્રમાણે ડાયમંડ કંપનીના માલિકો પોતાના કર્મચારીઓને લોકડાઉન સમયગાળાનો પણ પૂરો પગાર ચૂકવે અને નહીં ચૂકવે તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને ફરિયાદ કરી શકે છે...!!!          જોકે, અમુક હીરા કંપનીના માલિકોએ લોકડાઉન શરૂ થયા તારીખ સુધીનો(એટલેકે 21 માર્ચ, 2020 સુધીનો) માર્ચ મહિનાનો પગાર એડવાંસ આપીને માનવતા દાખવી છે...ઉપરાંત અમુક મોટી કંપનીના માલિકોએ તો જાહેરમાં જ લોકડાઉન સમયગાળાનો પૂરો પગાર આપવાની બાંહેધારી આપી છે... જે ખૂબજ આવકારદાયક કહી શકાય...       હાલની વિકટ પરિસ્થિતિ જોતા આપણા ઘણા હીરા ઉદ્યોગમાં કામ કરતા ક...

મા બાપને ભૂલશો નહીં

Image
           ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’                 બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો.                     થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમ...

Nothing to worry about synthetic diamonds...

Image
                 આ બ્લોગમાં આપવામાં આવેલા મંતવ્યો એ ગ્રુપ એડમિનના પોતાના પર્સનલ મંતવ્યો છે જેમાં એક સામાન્ય વિચારધારા આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારના વિરોધ વંટોળ ફેલાવવાનો કે ગેરમાર્ગે દોરવાનો કોઈ ઉદ્દેશ નથી એ ખાસ ધ્યાનમાં લેવું 🙏દરેક વાચક મિત્રોને વિનંતી છે કે જો આપ સૌ પણ એમાં સહમત હોવ તો જરૂર આપના પ્રતિભાવ રિવ્યૂ સેક્શન માં જણાવશો             હિરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદી નું એક મુખ્ય કારણ જે સિન્થેટિક ડાયમંડને માનવામાં આવી રહ્યું છે એ મારા પર્સનલ મંતવ્ય પ્રમાણે સાચું કે યોગ્ય નથી... કેમકે ખરેખર સિન્થેટિક ડાયમંડ આવી મંદીનું પ્રમુખ કારણ હોઈ શકે જ નહિ અને માનવું પણ ન જ જોઈએ... બાકીતો મંદીના મૂળમાં જોઈએ અને સિન્થેટિક ડાયમંડના ભવિષ્યનો વિચાર કરીએ તો ખરેખર સિન્થેટિક ડાયમંડનો નેચરલ ડાયમંડની સામે ફક્ત હાઉ બજારમાં ઊભો કરવામાં આવી રહ્યો છે, કેમકે સિન્થેટિક ડાયમંડમાં એટલો પ્રભાવ જ નથી કે એ નેચરલ ડાયમંડનું સ્થાન લઈ શકે...!!! બજારમાં જે સિન્થેટિક ડાયમંડના અઢળક ચલણની (તેજીની) વાત ...

Request for Rehabilitate Diamond Workers...

Image
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 પ્રતિશ્રી હીરા ઉધોગમાં ફેકટરી (કારખાના) ચલાવતા શેઠશ્રીઓ                   વિષય:તમારી કંપનીમાં કામ કરતા રત્નકલાકારો (કામદારો) ના પગાર વધારવા બાબતે              જય ભારત સાથે જણાવવાનુ કે તમારા કારખાના મા કામ કરતા અમારા રત્નકલાકારો ના તમે જે પગાર ઘટાડી દીધા છે... તે મહેરબાની કરી ફરીવાર હતા એટલા કરી દેવા નમ્ર વિનંતી છે.. કેમ કે હીરા ઉધોગ માંથી સરકારે જી.એસ.ટી.5% થી ઘટાડી ને 1.50% કર્યો છે જેનો સીધો ફાયદો માલિકો ને થશે હીરા ઉધોગ ની અગ્રણી કંપની ડી.બિયર્સ એ પણ રફ ડાયમંડ ના ભાવ મા 5% નો ઘટાડો કર્યો છે જેનો સીધો ફાયદો માલિકો ને થશે ત્યારે મંદી મંદી કરીને તમે જે રત્ન કલાકારો ના પગાર 40%થી50% ઘટાડી દીધા છે એ તાત્કાલિક ના ધોરણે મુળ પગાર હતા એટલા કરી દેવા નમ્ર વિનંતી છે કેમ કે અમારે પણ ઘર સંસાર છે અમારા પણ બાળકો ભણે છે એની અમારે પણ તોતિંગ ફી ભરવી પડે છે જે ફી ભરવા અત્યારે અમે અસક્ષમ છીએ અમારે પણ મકાન ભાડા ભરવા પડે છે અમારે પણ આ મોંઘવારી નો માર સહન કરવો પડે છે ...

લોભામણી જાહેરાતોથી સાવધાન

Image
સર્વે "ડાયમંડ બ્રિજ ગ્રુપ મેમ્બર્સ" ને આ સાથે ખાસ વિનંતી અને સૂચના કે કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર નોકરીવિષયક કેટલીક જાહેરાતો વાઈરલ થઈ રહી છે...આવી કોઈપણ જાહેરાત ઉપર અધૂરો વિશ્વાસ મૂકીને એ તરફ દોડી જવું નહીં જેમકે, 👇જાહેરાત નંબર 1...👇 અરજન્ટ માણસો જોઈએ છે. Reliance mall surat 8 પાસ 10 પાસ  પગાર :- ૮ કલાક ના 15000 /- overtime  xના  ૧ કલાક ના 250/- એક time  જમવાનું  ચા નાસ્તો બસ લેવા મુકવા આવશે . રવિવાર ના 1000 થી 1500 અલગ થી ૫000 રૂપિયા બોનસ હાજરી કંપ્લીટ હશે તો  વહેલા તે પહેલા ના ધોરણે રજિસ્ટ્રેસશન કરવો કોઈ ઇન્ટરવ્યૂ નથી તરત સિલેકશન Timing and Salary 1) 8 kalak Na =15000/- 2) 10 kalak na =20000/- 3) 12 Kalak Na 25000/- 👉🏻Permanently Job in Surat....urgent requirement Mo: 7574868696 (HR) તમારે જરૂર ન હોય તો આગળ  ફોરવર્ડ કરી કોઇને રોજગારી પુરી પાડવામાં મદદ કરવા વિનંતી છે મે મારી જાગૃત નાગરિક હોવાની ફરજ પુરી કરી હવે તમારો વારો છે...🙏🏻 એવીજ રીતે 👇જાહેરાત નંબર 2👇        અત્યારના મંદીના માહોલમાં જે સભ્યો ...